મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં સ્ટેન્ડિંગ ચેરમેન સાથેના વિવાદો વચ્ચે મેયર નયનાબેન પેઢડિયાએ માર્યો યુ-ટર્ન

રાજકોટમાં ગેર સમજ અને વિવાદો વચ્ચે મેયર નયનાબેન પેઢડિયાએ યુ-ટર્ન માર્યો હતો. આ મામલે ફ

રાજકોટમાં સ્ટેન્ડિંગ ચેરમેન સાથેના વિવાદો વચ્ચે મેયર નયનાબેન પેઢડિયાએ માર્યો યુ-ટર્ન

રાજકોટમાં ગેર સમજ અને વિવાદો વચ્ચે મેયર નયનાબેન પેઢડિયાએ યુ-ટર્ન માર્યો હતો. આ મામલે ફાયર ઓફિસર અમિત દવેએ પોતાની ભૂલ સ્વીકારી હતી તેમજ સ્ટેન્ડિંગ ચેરમેનને અમિત દવેએ માહિતી આપી હતી કે અમારી વચ્ચે કોઈ મનદુઃખ નહીં છે. લેખિતમાં અમિત દવેએ પોતાની ભૂલ સ્વિકારી છે.

આ સાથે મેયર નયનાબેન પેઢડિયાએ પણ નિવેદન આપ્યું હતું કે, હું જાહેર જીવનમાં વર્ષોથી છું અને માત્ર પાટીદાર સમાજ જ નહીં હું સર્વ સમાજને સાથે લઈને ચાલુ છું. પાટીદાર સમાજ સાથે મારા આ મુદ્દાને જોડવામાં ન આવે. પાટીદાર સમાજ મોટો સમાજ છે અને સમજુ સમાજ છે. પાટીદાર સમાજમાંથી છું એટલા માટે જ મને પાર્ટીએ મેયરનું પદ આપ્યું છે. મારા અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે કોઈ જ વિવાદ નથી. ગેર સમજને કારણે આ મુદ્દો ઉઠ્યો હતો. પરંતુ પાર્ટી લેવલે પણ સ્ટેન્ડિંગ ચેરમેન અને શહેર પ્રમુખ સાથે સંકલનમાં છું.

આ સમાચાર શેર કરો