મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત બાદ હવે મહેસાણામાં ટાંકી ધરાશાયી થવાનો ભય, ઉદ્ઘાટન પૂર્વે જ નવી પાણીની ટાંકીઓમાં પડી તિરાડો

સુરતમાં ટાંકી ધરાશાયી થવાની ઘટના બાદ હવે મહેસાણામાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતની વિવ

તસવીર: gstv

સુરતમાં ટાંકી ધરાશાયી થવાની ઘટના બાદ હવે મહેસાણામાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતની વિવાદાસ્પદ સુપર કન્સ્ટ્રક્શન કંપની દ્વારા મહેસાણામાં નિર્મિત નવીન ઓવરહેડ ટાંકીઓ ઉદ્ઘાટન પૂર્વે જ જોખમી સાબિત થઈ રહી છે.ટેસ્ટિંગ દરમિયાન જ ઋતુરાજ નજીકની ટાંકીમાં મોટી તિરાડો જોવા મળી છે, જ્યારે કસ્બા ટેકરાની ટાંકીમાં તિરાડોની સાથે પાણીનું ભારે લીકેજ શરૂ થઈ ગયું છે. 4 અને 5 લાખ લિટરની ક્ષમતા ધરાવતી આ ટાંકીઓ રહેણાંક વિસ્તારમાં હોવાથી સ્થાનિકોમાં ફફડાટ છે.

આ સમાચાર શેર કરો