મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં ધોધમાર વરસાદ બાદ મગરોના રોડ-સોસાયટીમાં આંટાફેરા, લોકોમાં ફેલાયો ફફડાટ

એક તરફ વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ઠેરઠેર જળબંબાકાર જેવી સ્થિતિ છે. બીજી તરફ વરસા

VIDEO: વડોદરામાં ધોધમાર વરસાદ બાદ મગરોના રોડ-સોસાયટીમાં આંટાફેરા, લોકોમાં ફેલાયો ફફડાટ

એક તરફ વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ઠેરઠેર જળબંબાકાર જેવી સ્થિતિ છે. બીજી તરફ વરસાદના પગલે વિશ્વામિત્રી નદીની પાણીની સપાટીમાં વધારો થયો છે. પરિણામે નદીના કિનારે આવેલા ગામોમાં મગરો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાપડ ગામના રોડ પર મહાકાય મગર માર્ગ ક્રોસ કરી રહ્યો છે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરમાં એક જ દિવસમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પરિણામે વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યાં છે. એટલું જ નહીં મગરો સોસાયટીની આસપાસ દોડાદોડી કરી રહ્યા છે. જેના પગલે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો