મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMCના ગાર્ડનમાં પરિણીત યુવતીની હત્યા, ઘટનાને અંજામ આપ્યા બાદ પ્રેમીએ પણ કરી આત્મહત્યા

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલ AMCના ગાર્ડનમાંથી 30 વર્ષીય યુવતીની લાશ મળી આવી છે. છરી

AMCના ગાર્ડનમાં પરિણીત યુવતીની હત્યા, ઘટનાને અંજામ આપ્યા બાદ પ્રેમીએ પણ કરી આત્મહત્યા

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલ AMCના ગાર્ડનમાંથી 30 વર્ષીય યુવતીની લાશ મળી આવી છે. છરીના ઘા મારીને યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે હત્યા સમય યુવતીનું બાળક પણ ત્યાં હાજર હોવાનું સામે આવ્યું છે.

નમસ્તે સર્કલ પાસે ગાર્ડનમાં યુવતીની હત્યાનો  મામલો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ પણ આત્મહત્યા કરી લીધી. પ્રેમિકાની હત્યા કર્યા બાદ વાડજ પાસે રિવરફ્રન્ટ પરથી પ્રેમીએ આત્મહત્યા કરી હતી.

24 વર્ષીય પ્રેમી કૌશિક મકવાણાએ વાડજ પાસે રિવરફ્રન્ટે આત્મહત્યા કરી હતી. પ્રેમી કૌશિક મકવાણા પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો. નમસ્તે સર્કલ ગાર્ડન પાસે આવેલી લાઇબ્રેરીમાં પ્રેમી કૌશિક મકવાણા તૈયારી કરતો હતો.

અમદાવાદના AMC ગાર્ડનમાં ક્રિષ્નાબેન મારવાડી નામની મહિલાની 10 થી 12 છરીના ઘા મારેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તેમનું 6 વર્ષનો બાળક પણ ત્યાં જ હતો અને તેમના દ્વારા ઓળખાણ કરવા પણ આવી હતી. પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળે મૃતક યુવતીના પતિ પણ હાજર હતા.

ઘટનાસ્થળેથી ક્રિષ્નાબેનનો મોબાઇલ ગાયબ છે ત્યારે બીજી બાજુ જે લાશ મળી આવી છે ત્યાં ખાસ કરીને પ્રેમી પંખીડાઓ આવતા હોય છે. હાલ તો પોલીસની ટીમો બનાવવામાં આવી છે અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે પોલીસ પ્રેમ પ્રકરણ અને પારિવારિક બન્ને એન્ગ્લથી ઘટનાની તપાસ કરી રહી છે અને તપાસ બાદ અન્ય ખુલાસા સામે આવી શકે તેમ છે.

આ સમાચાર શેર કરો