ARAVALLI / ગેરહાજર રહેનારા 6 શિક્ષકોનું રાજીનામું ગણી સેવા સમાપ્ત કરાઈ, એક શિક્ષક બરફતર
Aravalli News : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર રહેનારા ગુલ્લીબાજ શિક્ષકોની સામે પગલાં ભરવા

Aravalli News : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર રહેનારા ગુલ્લીબાજ શિક્ષકોની સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં છેલ્લા એક વર્ષથી ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
6 શિક્ષકોનું રાજીનામું ગણી સેવા સમાપ્ત કરાઈ
આ અંગે માહિતી આપતા અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી નૈનેશકુમાર દવેએ જણાવ્યું કે જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં છેલ્લા એક વર્ષથી ગેરહાજર રહેનારા 6 શિક્ષકોનું રાજીનામું ગણી તેમની સેવા સમાપ્ત કરવામાં આવી છે. ગેરહાજર રહેનારા 2 શિક્ષકોએ સામેથી રાજેનામું આપી દીધું છે, તેમજ આવા ગેરહાજર રહેનારા 1 શિક્ષકને બરતરફ કરવામાં આવ્યા છે. આમ ગેરહાજર રહેનારા 9 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં બાયડની દખણેશ્વર, ભિલોડાની મોતીપુરા, મેઘરજની કેશરપુરા,બાયડની અમીયાપુર, ધનસુરાની વડાગામ તેમજ ભિલોડાની લુસડીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા છ શિક્ષક અને શિક્ષિકાઓ છેલ્લા એક વર્ષથી સતત ગેરહાજર રહેતા હોવાથી શિક્ષણ વિભાગના નિયમ અનુસાર તેમનું રાજીનામું ગણી લેવા અને તેમની સેવા સમાપ્ત થઈ ગઈ હોવાના આદેશ કરાયા કરાયા છે.
એક શિક્ષક શારીરિક અશક્ત છે અને ઘણા સમયથી ગેરહાજર રહે છે, તેમની બાબત મેડિકલ બોર્ડમાં મોકલવામાં આવી છે.








