મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડ્રેનેજ લાઈનમાં કેમિકલયુક્ત પાણી છોડનાર સામે કાર્યવાહી, 84 ટેક્સટાઈલ યુનિટ કરાયા સીલ

સુરતની ડ્રેનેજ લાઈનોમાં ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત ટેક્સટાઈલ વેસ્ટ છો

સુરતની ડ્રેનેજ લાઈનોમાં ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત ટેક્સટાઈલ વેસ્ટ છોડવાની ફરિયાદો વધતા હવે મનપા એક્શનમાં આવી છે. ડ્રેનેજ લાઈનમાં સીધું કેમિકલયુક્ત ગંદું પાણી છોડનારા ૮૪ યુનિટો સામે કાર્યવાહી કરીને તેમને સીલ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના લિંબાયત ઝોન દ્વારા અત્યાર સુધી કુલ ૨૬૫ ડાઇંગ અને પ્રોસેસિંગ યુનિટો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. પાલિકા દ્વારા આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સતત નગરજનોના હિત માટે કડક કાર્યવાહી ચાલી રહી છે. શહેરના ઉધના, લિંબાયત, કતારગામ અને વરાછા જેવા વિસ્તારોમાં લોકોને ડ્રેનેજ અને પીવાના પાણીમાં કલર વાળું કેમિકલયુક્ત પાણી આવવાની ફરિયાદો મળતી રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક તપેલા ડાઇંગ યુનિટો કે જે પોતાના માટે કોઇ પણ પ્રકારની ટ્રીટમેન્ટની વ્યવસ્થા રાખ્યા વગર સીધું જ કેમિકલયુક્ત પાણી ખાડીમાં છોડે છે, જેના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે.

આ સમાચાર શેર કરો