Bharuch news: મોબાઈલ શોપના પ્રમોશન માટે જોખમી રીલ બનાવનાર સામે કાર્યવાહી, દુકાન માલિક સહિત 5 આરોપીઓ ઝડપાયા
ભરૂચના જાહેર માર્ગ પર મોબાઈલ શોપના પ્રમોશન માટે જોખમી રીલ બનાવનાર દુકાન માલિક સહ

ભરૂચના જાહેર માર્ગ પર મોબાઈલ શોપના પ્રમોશન માટે જોખમી રીલ બનાવનાર દુકાન માલિક સહિત કુલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પીઆઈ આર એમ વસાવાના નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન આ રીલ જોખમી હોવાનું જણાતા ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી હતી.
મોબાઈલ શોપના માલિક સહિત કુલ 5 આરોપીઓ ઝડપાયા
ભરૂચના જાહેર માર્ગ પર મોબાઈલ શોપના પ્રમોશન માટે જોખમી રીલ બનાવી વાયરલ કરનાર વ્યક્તિ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે આકરી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના BSNL ટાવર પાસે આવેલી ગણેશ મોબાઈલ શોપના માલિક કુલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પીઆઈ આર એમ વસાવાના નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન આ રીલ જોખમી હોવાનું જણાતા ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી હતી. રીલ બનાવી વાયરલ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસે ગણેશ મોબાઈલ દુકાનના માલિક વિપુલ બેરાવાલા સહિત અશરફી ઈદ્રિશ મલેક, મોહંમદ સફીક સુજનીવાલા, મોહમ્મદ રિહાન મોહમ્મદ આરીફ શેખ, સોહેલ મોહમ્મદ આરીફ મન્સૂરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.




