મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં 21 વર્ષ પછી ચાતુર્માસ માટે પધાર્યા આચાર્ય મહાશ્રમણ, શ્રાવકોએ રેલીના માધ્યમથી કર્યુ ભવ્ય સ્વાગત 

તેરાપંથ જૈન સમાજ સંઘના આચાર્ય મહાશ્રમણજી 21 વર્ષ પછી સુરત શહેરના સંયમ વિહારમાં ચાર મહિનાના ચાતુર્માસ

સુરતમાં 21 વર્ષ પછી ચાતુર્માસ માટે પધાર્યા આચાર્ય મહાશ્રમણ, શ્રાવકોએ રેલીના માધ્યમથી કર્યુ ભવ્ય સ્વાગત 

તેરાપંથ જૈન સમાજ સંઘના આચાર્ય મહાશ્રમણજી 21 વર્ષ પછી સુરત શહેરના સંયમ વિહારમાં ચાર મહિનાના ચાતુર્માસ માટે પધાર્યા છે. આચાર્યના આગમન માટે એક ભવ્ય સંયમ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 25,000 તે વધારે ભક્તો જોડાયા હતા. સુરત શહેરમાં ઐતિહાસિક સંયમ રેલી યોજાઇ હતી. 

અત્યાધુનિક સુવિધા ઉભી કરાઈ

સંજય સુરાણાએ કહ્યું કે, રેલમાં 25 હજારથી વધુ લોકો આવ્યા હતાં. શહેરમાં ચાતુર્માસ માટે પધારેલા આચાર્ય મહાશ્રમણજીના દર્શનાર્થે માટે દેશ-વિદેશમાંથી શ્રાવકો મેડીટેશન, સાધના જ્ઞાનકુંજ વર્કશોપ માટે આવશે. એક લાખ સ્ક્વેર ફીટમાં બનાવેલા સંયમવિહારમાં દરરોજ 15,000થી વધુ શ્રાવકો આચાર્યના પ્રવચન માટે પધારશે. જેમાં માટે અત્યાધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહમંત્રીએ કર્યા દર્શન

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ અર્થે આવ્યા હતા. તેઓએ આ આયોજન બાબતે જણાવ્યું હતું કે, અહીં ટેમ્પરરી સ્ટ્રક્ચર ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે. જેમાં ડ્રેનેજની અને રહેવા માટેની ખૂબ જ સગવડ ઊભી કરવામાં આવી છે. તેથી હું તેરાપંથ જૈન સમાજના અગ્રણીઓનું આભાર વ્યક્ત કરું છું.

આ સમાચાર શેર કરો