મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: ફુલગ્રામમાં ત્રિપલ હત્યા કેસમાં આરોપીને આજીવાન કારવાસની સજા

સુરેન્દ્રનગરના ફુલગ્રામમાં ત્રિપલ હત્યા કેસમાં સેશન્સ કોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો સંભળા

સુરેન્દ્રનગર: ફુલગ્રામમાં ત્રિપલ હત્યા કેસમાં આરોપીને આજીવાન કારવાસની સજા

સુરેન્દ્રનગરના ફુલગ્રામમાં ત્રિપલ હત્યા કેસમાં સેશન્સ કોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ 6 ફેબ્રુઆરી 2023ના દિવસે ફુલગ્રામમાં એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી નાખી હતી. 

બનાવની વિગત એવી હતી કે, વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં રહેતા હમીરશભાઈ કેહરભાઈ મેમકીયાના પરિવારને સામે રહેતા ભગાભાઈ નાગજીભાઈ સાથે રસ્તે ચાલવા બાબતે તકરાર ચાલતી હતી. આ તકરારમાં ઉશ્કેરાયેલા ભગાભાઈએ ધારદાર છરા સાથે ઘસી આવી આવ્યા હતાં અને હમીરભાઈના પરિવાર ઉપર ધારદાર છરાથી હુમલો કર્યો હતો.

આરોપીએ પિતા-પુત્ર અને તેમની પુત્રવધુની હત્યા કરી હતી

આ હુમલામાં ૬૫ વર્ષના હમીરભાઈ કેહરભાઈ મેમકીયા, તેમના દિકરા ૩૫ વર્ષના ભરતભાઈ હમીરભાઈ અને પુત્રવધુ ૩૩ વર્ષના દક્ષાબેન ભરતભાઈને ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત  નિપજ્યા હતા. ભગાભાઈએ એક પછી એક પિતા-પુત્ર અને તેમની પુત્રવધુની હત્યા કરી નાંખતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો હતો. 

આ સમાચાર શેર કરો