VIDEO: સુરતમાં માત્ર 50 રૂપિયાની લેતીદેતીમાં થયેલી હત્યાનો આરોપી 18 વર્ષે પકડાયો, પોલીસ વેશપલટો કરી આરોપીને દબોચ્યો
સુરત શહેરની વરાછા પોલીસને 18 વર્ષે ગુનેગારોને પકડી પાડવામાં સફળતા મળી છે. હત્યાના ગુનામાં


સુરત શહેરની વરાછા પોલીસને 18 વર્ષે ગુનેગારોને પકડી પાડવામાં સફળતા મળી છે. હત્યાના ગુનામાં 18 વર્ષથી ફરાર આરોપીને પોલીસ ઝડપ્યો છે. 18 વર્ષ અગાઉ એક શખ્સની વરાછા ગરનાળા પાસે જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. માત્ર 50 રૂપિયાની ઉઘરાણીમા હત્યા કરાઈ હોવાની વાત સામે આવી હતી. આરોપી અને મૃતક રેલવે સ્ટેશન ખાતે પાણીના પાઉચ વેચતા હતા, ત્યારે તેમની વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરિણમી હતી. પોલીસે આરોપીને દબોચવા 7 દિવસ સુધી જંગલમાં રહીને આદિવાસી સમુદાયનો વેષ ધારણ કર્યો હતો, અંતે આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશનની ધરપકડ કરી છે.




