મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઓડિશામાં રાજકીય અદાવતમાં હત્યા કરી આરોપી આવી ગયો સુરત, મજૂરી કામ કરતાં દબોચી લેવાયો

સુરતમાં દેશના તમામ રાજ્યોના લોકો વસવાટ કરે છે. ત્યારે ઓડિશાના ગંજામ જિલ્લામાં ચકચારી મર્ડર કેસમાં સામેલ નાસતા ફરત

ઓડિશામાં રાજકીય અદાવતમાં હત્યા કરી આરોપી આવી ગયો સુરત, મજૂરી કામ કરતાં દબોચી લેવાયો

સુરતમાં દેશના તમામ રાજ્યોના લોકો વસવાટ કરે છે. ત્યારે ઓડિશાના ગંજામ જિલ્લામાં ચકચારી મર્ડર કેસમાં સામેલ નાસતા ફરતા આરોપી નારાયણ ઉર્ફે જીતુ જૈનાને સુરત ક્રાઈમ બ્રાન્ચે શહરેના સારોલી વિસ્તારથી ઝડપી પાડ્યો છે. રાજકીય જૂની અદાવતના કારણે હત્યા કરવામાં આવી હતી. એક આરોપી ધરપકડથી બચવા માટે સુરત આવી ગયો હતો.

અમરોલી આવાસમાં રહેતો હતો

ગત 29 માર્ચ 2024ના રોજ ઓરિસ્સાના ગંજામના પુરુષોત્તમ ગામમાં રહેતા ચૈલા ક્રિષ્ના બહેરાના ભાઈ કંહાર બહેરા સાથે આરોપી સનાતન ધાકા પ્રધાને તેના સાગીરતો ટૂકના સીબા નાહક અને નારાયણ જીતુ જૈના તેમજ અન્ય આરોપીઓએ જૂની રાજકીય અદાવતના કારણે મારામારી કરી હવામાં ફાયરિંગ કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ત્યાંથી નાસી ગયા હતા. 

ઈજાગ્રસ્તનું થયું હતું મોત

આ ઘટનામાં કાન્હા બહેરાનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યા, મારામારી સહિત આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ ધરપકડથી બચવા માટે જૈના ત્યાંથી સુરત ખાતે આવી ગયો હતો. આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળી હતી અને તેની ધરપકડ સારોલી ડીએમડી માર્કેટ પાસેથી કરી છે. તે સુરતના અમરોલી આવાસમાં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો.

આ સમાચાર શેર કરો