મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કિશન ભરવાડ હત્યા મામલો: ATSએ દિલ્હીથી ઝડપેલા આરોપી મૌલાનાએ જામીનની દાખલ કરી અરજી

ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા મામલામાં ATSએ દિલ્હીથી ઝડપેલા આરોપી મૌલાનાએ જેલમુક્ત થવાન

કિશન ભરવાડ હત્યા મામલો: ATSએ દિલ્હીથી ઝડપેલા આરોપી મૌલાનાએ જામીનની દાખલ કરી અરજી

 ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા મામલામાં ATSએ દિલ્હીથી ઝડપેલા આરોપી મૌલાનાએ જેલમુક્ત થવાની અરજી કરી હતી. મૌલાના કમરગની ઉસ્માનીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કમરગની ઉસ્માની પર ઉશ્કેરણી અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવાવમાં આવ્યો હતો.

ધંધુકામાં ફાયરિંગ કરી નિર્દયી રીતે કિશન ભરવાડની હત્યા કરવામાં આવી

વર્ષ 2022માં ધંધુકામાં ફાયરિંગ કરી નિર્દયી રીતે કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી. વર્ષ 2022માં કિશન ભરવાડે ફેસબુક પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. આ ફેસબુક સ્ટોરી પર ધાર્મિક લાગણી દુભાઈ હોવાની મુસ્લિમ યુવાને ફરિયાદ દાખલ કરી હતી. આ પોસ્ટને લઈને આરોપીઓએ કિશન ભરવાડની હત્યા કરી હતી.

આ સમાચાર શેર કરો