મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત: ડોક્ટર જ ઘરમાં ઝઘડા કરાવે છે, તેવી શંકા રાખીને આરોપીએ કર્યો હતો એસિડ એટેક

સુરતના ગોડાદરા વિસ્તારમાં ડોક્ટર પર એસિડ ફેંકવાના મામલે મોટો ખુલાસો થયો છે. ડોક્ટર પર નજીકના સંબંધીએ જ એસિડ એટેક કર્યો હતો. આર

સુરત:  ડોક્ટર જ ઘરમાં ઝઘડા કરાવે છે, તેવી શંકા રાખીને આરોપીએ કર્યો હતો એસિડ એટેક

સુરતના ગોડાદરા વિસ્તારમાં ડોક્ટર પર એસિડ ફેંકવાના મામલે મોટો ખુલાસો થયો છે. ડોક્ટર પર નજીકના સંબંધીએ જ એસિડ એટેક કર્યો હતો. આરોપીએ શંકા રાખીને ડોક્ટર પર એસિડ હુમલો કર્યો હતો. ઘરેલુ ઝઘડા મામલે શંકા રાખીને આ હુમલો કર્યો હતો. હુમલાના CCTV સામે આવ્યા હતા.

 એસિડ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ

આ એસિડ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા હતા.  ડોક્ટરને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીની પત્નીને દેરાણી સાથે છેલ્લા 8 વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: વાયુ પ્રદૂષણ મામલે દેશમાં અમદાવાદ ત્રીજા ક્રમે, દરરોજ શ્વાસમાં 3 સિગારેટનો ધુમાડો લઈ રહ્યા છે શહેરીજનો

ઝઘડાની દાઝ રાખીને એસિડ એટેકનો પ્લાન આરોપીએ ઘડ્યો

ઝઘડાની દાઝ રાખીને એસિડ એટેકનો પ્લાન આરોપીએ ઘડ્યો હતો. મામલાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો