રાજકોટ: ગુનાહિત ઈતિહાસ ધરાવનાર આરોપી નકલી પોલીસ અધિકારી બનીને ફરતો ઝડપાયો
રાજ્યમાંથી વધુ એક નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે. આ ઘટના રાજકોટમાંથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ

રાજ્યમાંથી વધુ એક નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે. આ ઘટના રાજકોટમાંથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાંથી નકલી પોલીસમેન ઝડપાયો છે. આ પહેલા પણ રાજ્યમાંથી નકલી ED, નકલી CBI, નકલી ગર્વમેન્ટ અધિકારી, નકલી તબીબો ઝડપાઈ ચૂકયા છે.
નકલી પોલીસમેન ઘનશ્યામ ખીમજી કટારીયાની પોલીસે ધરપકડ કરી
આ નકલી પોલીસે બાઇક સવાર યુવકને ધમકાવીને રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. જેમાં નાના મૌવા રોડ પર બાઇક સવાર યુવાનને ઉભો રાખી પોલીસ તરીકે ઓળખાણ આપી હતી. નકલી પોલીસમેન ઘનશ્યામ ખીમજી કટારીયાની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો: હાઈકોર્ટનો ચુકાદો: પરસ્પર સંમંતિથી છૂટાછેડાની અરજીમાં કારણ વિના શંકાની ફેમીલી કોર્ટને નથી સત્તા
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે આરોપી પહેલેથી જ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી વિરુદ્ધ અગાઉ અપહરણ , દુષ્કર્મ સહિત ગુના નોંધાઈ ચુક્યા છે.






