મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત પોલીસની ગંભીર બેદરકારી, ડ્રગ્સ કેસમાં ઝડપાયેલો આરોપીના કારણે આ રીતે ભેખડે ભરાઈ

સુરતના અઠવા પોલીસે નાર્કોટીક્સ એક્ટના ભંગના ગુનામાં દશ દિવસ પહેલાં ઝડપેલા પાંડેસરાના બે આરોપીઓન

સુરત પોલીસની ગંભીર બેદરકારી, ડ્રગ્સ કેસમાં ઝડપાયેલો આરોપીના કારણે આ રીતે ભેખડે ભરાઈ

સુરતના અઠવા પોલીસે નાર્કોટીક્સ એક્ટના ભંગના ગુનામાં દશ દિવસ પહેલાં ઝડપેલા પાંડેસરાના બે આરોપીઓના દશ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે કોર્ટમાં રજુ કર્યા હતા.જો કે બે પૈકી એક આરોપી કાયદાની સંઘર્ષમાં આવેલો કિશોર હોવા અંગે તેના  વાલીએ જન્મ પ્રમાણ પત્ર કોર્ટ સમક્ષ રજુ કરતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવાને લક્ષમાં લઈને કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરને જુવેનાઈલ જસ્ટીસ એક્ટની જોગવાઈ મુજબ જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ સમક્ષ રજુ કરવા તપાસ અધિકારીને નિર્દેશ આપ્યો છે.

જુવેનાઈલ હેઠળ કાર્યવાહી થશે

અઠવા પોલીસે ગઈ તા.1-6-24ના રોજ નાર્કોટીક્સ એક્ટના ભંગના ગુનામાં પાંડેસરાના બે યુવાનોની ધરપકડ કરીને તા.2-6-24ના રોજ કોર્ટમાં રજુ કરીને  તા.10મી જુન સુધીના એટલે કે આજ સુધીના દશ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.આજે બંને આરોપીઓના રિમાન્ડ પુરા થતાં અઠવા પોલીસના તપાસ અધિકારી એ તેમને કોર્ટમાં સમક્ષ રજુ કર્યા હતા.જો કે બે પૈકી એક આરોપીના અરજદાર પિતાએ અનિલ જાધવ મારફતે પોતાના પુત્ર સગીર હોઈ જુવેનાઈલ જસ્ટીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પોલીસે પુખ્ત દર્શાવ્યો હતો

પોલીસની એફઆઆઈઆરમાં અરજદાર વાલીના પુત્રને ૧૯ વર્ષનો તથા કોર્ટ સમક્ષ પ્રોડકશન રિપોર્ટની યાદીમાં 18 વર્ષ એને ત્રણ માસનો દર્શાવવામાં આવ્યો હતો.જે કે વાલીએ તેના શાળાના બર્થ સર્ટીફિકેટ મુજબ તેના પુત્રની વય 17વર્ષ 4 માસ અને 27 દિવસનો સગીર છે.જેથી તેની સામે પુખ્ત વયના આરોપી તરીકે નહીં પરંતુ જુવેનાઈલ જસ્ટીસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે.જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા અરજદાર વાલી તરફેની રજુઆતોને ધ્યાને લઈને પ્રથમદર્શનીય રીતે તેના પુત્ર સગીર હોઈ જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ સમક્ષ રજુ કરવા નિર્દેશ આપ્યો છે.

આ સમાચાર શેર કરો