મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઓવરબ્રિજ પર અકસ્માત, કાર સાથે અથડાયા બાદ બાઈક સવારનું મોત

ઓવરબ્રિજના શહેર તરીકે ઓળખાતા સુરતમાં અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે અલકાપુરી બ્રિજ પર

સુરતમાં ઓવરબ્રિજ પર અકસ્માત, કાર સાથે અથડાયા બાદ બાઈક સવારનું મોત

ઓવરબ્રિજના શહેર તરીકે ઓળખાતા સુરતમાં અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે અલકાપુરી બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ.

બાઈક સવાર યુવકનું મોત

અલકાપુરી બ્રિજ પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈન્નોવા કાર અને સ્પોર્ટ્સ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે બાઈક સવાર યુવકનું નીચે ફટકાયા બાદ મોત નીચે હતો. અકસ્માત બાદ તાત્કાલિક પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ મૃતદેહનો કબજો લઈને તેને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ઘટના સ્થળે મોત

સ્થાનિકોએ કહ્યું કે, બંને વાહનો સ્પીડમાં હતા. અકસ્માત સર્જાયો ત્યારે ધડાકા જેવો અવાજ પણ આવ્યો હતો. તાત્કાલિક નીચે પટકાયેલા યુવક પાસે પહોંચ્યા તો યુવક મોતને ભેટી ચૂક્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કાફલાએ બંને વાહનોને સાઇડ કરાવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ સમાચાર શેર કરો