મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: NH-48 હાઈવે પર આઇશર ટેમ્પાએ ડમ્પરને જોરદાર ટક્કર મારતા સર્જાયો અકસ્માત

સુરતમાં નેશનલ હાઈવે નંબર 48 (મુંબઈ-અમદાવાદ હાઈવે) પર માંગરોળ નજીક આવેલા પીપોદરા

Surat: NH-48 હાઈવે પર આઇશર ટેમ્પાએ ડમ્પરને જોરદાર ટક્કર મારતા સર્જાયો અકસ્માત

સુરતમાં નેશનલ હાઈવે નંબર 48 (મુંબઈ-અમદાવાદ હાઈવે) પર માંગરોળ નજીક આવેલા પીપોદરા ગામ પાસે આજે વહેલી સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે ડમ્પર એક સાથે હાઈવેના ડિવાઈડર પર ચઢી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી.

મળતી માહિતી મુજબ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર પસાર થઈ રહેલા એક આઇશર ટેમ્પાએ પાછળથી ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આગળ જઈ રહેલા બે ડમ્પરો રોડ વચ્ચે આવેલા ડિવાઈડર પર ચઢી ગયા હતા. અકસ્માત સર્જાતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આ સમાચાર શેર કરો