મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોરબંદર: માલ ગામ પાસે કાર ડીવાયડર સાથે અથડાતા 1 બાળકનું મોત, 6 લોકો ઘાયલ 

કુતિયાણાના માલ ગામ પાસે એક કાર ડીવાયડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 વર્ષના બાળકનું મોત ન

પોરબંદર: માલ ગામ પાસે કાર ડીવાયડર સાથે અથડાતા 1 બાળકનું મોત, 6 લોકો ઘાયલ 

કુતિયાણાના માલ ગામ પાસે એક કાર ડીવાયડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે પોરબંદર જિલ્લાના કુતિયાણાના માલ ગામ પાસે આજે એક કાર ડીવાયડર સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર 10 વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢથી એક પરિવાર પોરબંદર મેળામાં આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં દર વર્ષે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ પોરબંદર લોકમેળો પ્રખ્યાત છે. ત્યારે લોકમેળાની મજા માણવા રાજ્યભરમાં અનેક લોકો આવતા હોય છે. ચોપાટીમાં સમુદ્ર કિનારે 25થી 29 ઓગષ્ટ સુધી લોકમેળો યાજાશે.

આ સમાચાર શેર કરો