VIDEO:નિઝરમાં બે બાઇક અથડાતા સર્જાયો અકસ્માત, પરીક્ષા આપ્યા બાદ પરત ફરતા 3 વિદ્યાર્થી સહિત 4ના મોત
તાપી જિલ્લાના નિઝર ગામની સીમમાં હાઈવે પર બે બાઈક સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જ
તાપી જિલ્લાના નિઝર ગામની સીમમાં હાઈવે પર બે બાઈક સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બોર્ડની પરીક્ષા આપી જઈ રહેલા ત્રણ યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય યુવકને સારવાર અર્થે ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવમાં અચાનક બાઇકમાં આગ ફાટી નીકળી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
4 યુવકના મોતથી પંથકમાં શોકનો માહોલ
તાપી જિલ્લાના નિઝર ખાતે આવેલ શાળામાંથી ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી બાઈક પર ઘરે જવા નીકળેલા વિધાર્થીઓને કાળ ભરખી ગયો હતો. બનાવમાં નિઝર ઉચ્છલ હાઈવે પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર સાયકલમાં આગ ફાટી નીકળી હતી. બનાવમાં કુકરમુંડા તાલુકાના ત્રણ યુવક અનિકેત વસાવે, અભિજિત વસાવે, અને પિયુષ વળવીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે સામેથી આવતી બાઈકના ચાલક નારસિંગ વળવ ને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું પણ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવમાં કુલ 4 યુવકના મોત થતા પંથકમાં શોકનો માહોલ સર્જાયો હતો. બનાવને લઈ નિઝર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.




