મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોરસદ નજીક ભારે પવનને લીધે વૃક્ષ તૂટી પડતાં સર્જાયો અકસ્માત, એસટીની અડફેટે બે બાઈક સવારના મોત

આણંદ જિલ્લાના બોરસદ નજીક દાંડી માર્ગ પર ધોબીકુઈ ગામ પાસે ભારે પવનના કારણે રો

આણંદ જિલ્લાના બોરસદ નજીક દાંડી માર્ગ પર ધોબીકુઈ ગામ પાસે ભારે પવનના કારણે રોડ પર ઝાડ તૂટી પડતા  અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકોના કમકમાટી ભર્યા મોત થયા હતા, લગ્ન ઇવેન્ટનો ઓર્ડર પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા બે યુવકો રોડ પર પડેલા ઝાડ પાસેથી પસાર થતા હતા, ત્યારે સામેથી આવતી એસટી બસ સાથે અથડાતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં સુનિલભાઈ પઢીયાર અને મયંકભાઈ પરમારનો સમાવેશ થાય છે.

ગત રાત્રી વેસ્ટર્ન ડિસ્ટબન્સ કારણે આવેલા હવામાનમા પલટાના કારણે 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાતા ઝાડ ધરાશાયી થવા, હોડીંગ્સ તૂટવાના, શેડ પડવા સહિતના બનાવો નોંધાયા હતા. આ વંટોળીયા આખા જીલ્લાને ધમરોળ્યું હતું, જેમાં ભારે પવનને લીધે રસ્તા વચ્ચે પડેલા ઝાડને પગલે અકસ્માત થતા બે યુવાનોનો ભોગ લેવાયો છે.

આ સમાચાર શેર કરો