મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ટ્રેલર અને ટુ-વ્હિલર વચ્ચે અકસ્માત, એક્ટિવા ચાલક યુવતીનું મોત

અમદાવાદમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. જ્યાં ઓઢવ રિંગ રોડ પાસે ટ્રેલર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્

અમદાવાદ: ટ્રેલર અને ટુ-વ્હિલર વચ્ચે અકસ્માત, એક્ટિવા ચાલક યુવતીનું મોત

અમદાવાદમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. જ્યાં ઓઢવ રિંગ રોડ પાસે ટ્રેલર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલક યુવતીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના ઓઢવ રિંગ રોડ પર ગુરૂવારે મોડી સાંજે ટ્રેલર અને ટુ-વ્હિલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલક યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. 

ઓફિસથી ઘરે પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત

નિકોલના ઉત્તમનગર વિસ્તારમાં રહેતી યુવતી સાંજે ઓફિસથી પોતાનું કામકાજ પતાવી ઘરે પરત ફરી રહી હતી. ત્યારે ઓઢવ રિંગ રોડ પાસે કાળનો કોળિયો બની હતી. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. 

પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી 

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો