મોરબી: હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે એસટી બસે બાઈક ચાલકનો લીધો ભોગ
હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે એસ.ટી બસે એક બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. બીજી તરફ આ બનાવની જાણ

હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે એસ.ટી બસે એક બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોરબીના હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે ગુરૂવારે હળવદથી ધાંગધ્રા જઈ રહેલી એસટી બસે એક બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બાઈક ચાલક મનુભાઈ પટેલ ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.






