અમદાવાદ : વેજલપુર પોલીસ સ્ટેશનના PSI રૂ.80,000ની લાંચ લેતા ઝડપાયા
Ahmedabad News : રાજ્યની વિવિધ સરકારી કચેરીઓમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓને લંચ

Ahmedabad News : રાજ્યની વિવિધ સરકારી કચેરીઓમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓને લંચ લેતા પકડવા ગુજરાત ACB સક્રિય છે. ACBએ આજે બે અલગ અલગ બનાવમાં અમદાવાદ મહાનગરપાલિકાના એક કર્મચારી અને વેજલપુર પોલીસ સ્ટેશનના PSIને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે.
યુવકને માર નહીં મારવા પિતા પાસે માંગ્યા હતા એક લાખ રૂપિયા
વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક યુવક પર દાખલ થયેલા ગુનામાં તે યુવકને માર નહીં મારવા, ગાળો ન બોલવા અને રિમાન્ડ દરમિયાન હેરાન ન કરવા માટે PSI પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસે યુવકના પિતા પાસે રૂ.1 લાખની લાંચ માંગી હતી, જેમાં રૂ.80,000 પહેલા અને બાદમાં રૂ.20,000 આપવા કહ્યું હતું.
યુવકના પિતા આ લાંચ આપવા માંગતા ન હતા આથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ટ્રેપિંગ અધિકારી ACB PI આર.આઈ.પરમાર અને સુપર વિઝન અધિકારી ACB અમદાવાદ એકમના ઇન્ચાર્જ મદદનિશ નિયામક એન.એન.જાદવ દ્વારા છટકું ગોઠવી PSI પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસને વેજલપુર પોલીસ સ્ટેશનની સામે ભાગ્યોદય હોટલ આગળ જાહેરમાં રૂ.80,000ની લાંચ લેતા પકડી પાડ્યાં છે.






