મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કાલુપુર સર્કલ પર ACB ત્રાટકી, પોલીસ કોન્સ્ટેબલને રૂ. 400ની લાંચ લેતા ઝડપ્યો

અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોઈન્ટો પર ટ્રાફિક પોલીસ દ્વારા લાઈસન્સ, પીયુસી, હેલ

કાલુપુર સર્કલ પર ACB ત્રાટકી, પોલીસ કોન્સ્ટેબલને રૂ. 400ની લાંચ લેતા ઝડપ્યો

અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોઈન્ટો પર ટ્રાફિક પોલીસ દ્વારા લાઈસન્સ, પીયુસી, હેલમેટ, રોગ સાઈડ, નો પાર્કીગ વિગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપવા બદલ રૂ. 500થી 1500 સુધીની લાંચની માંગણી કરતા હોવાની ચોકકસ બાતામી ACBને મળી હતી.

જેના આધારે ACBએ આજે લાંચનું છટકું ગોઠવ્યું હતું. લાંચના છટકા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર જ્યંતિભાઈ પટણીએ ડિકોયરનું વાહન નોપાર્કિંગમાં મુકેલ હોવાનું જણાવી મેમો નહીં આપવા બદલ પ્રથમ રૂ. 500 ની લાંચની માગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂ. 400ની લાંચ સ્વીકારી હતી. લાંચીયો આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર જ્યંતિભાઈ પટણી કાલુપુર સર્કલ ટ્રાફિક બીટ, 'ઇ' ટ્રાફિક પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરમાં ફરજ બજાવે છે. ACBએ આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ પટણીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો