મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ACBએ મહારાષ્ટ્ર પોલીસના ઈન્સપેકટર વતી ખાનગી વ્યક્તિને 10 લાખની લાંચ લેતા ઝડપ્યો

માટુંગા પોલીસ સ્ટેશન મુંબઈમાં દીગંબર.એ.પાગર પોલીસ ઈન્સપે

ACBએ મહારાષ્ટ્ર પોલીસના ઈન્સપેકટર વતી ખાનગી વ્યક્તિને 10 લાખની લાંચ લેતા ઝડપ્યો

માટુંગા પોલીસ સ્ટેશન મુંબઈમાં દીગંબર.એ.પાગર પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા હોય માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલ એક ગુન્હા અન્વયે રાજકોટ ખાતે રહેતા આ કામના ફરિયાદીને  નિવેદન નોંઘાવવા માટે રાજકોટના સરનામે નોટીસ મોકલી હતી. આ મામલે પોલીસ ઇન્સ્પેકટરના માણસે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. પોલીસ ઇન્સ્પેકટરે માટુંગા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં ફરિયાદીની ધરપકડ તથા હેરાનગતી નહીં કરવા ૧૦,૦૦૦૦૦/- (દસ લાખ) રુપીયાની માંગણી કરી તે રુપયા તેના માણસે આપવા જણાવ્યું હતું.

ગેરકાયદેસર લાંચની રકમ  ફરીયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરેલ , ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના  ફરીયાદી પાસેથી પોલીસ ઇન્સ્પેકટરના માણસે  હેતુલક્ષી વાતચીત કરી રુ.૧૦,૦૦૦૦૦/- (દસ લાખ) ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી  રુ.૧૦,૦૦૦૦૦/- (દસ લાખ) લાંચના નાણાં સ્વીકારી પોલીસ ઇન્સ્પેકટર સાથે લાંચનાં નાણા મળ્યાની ખાત્રી બાબતની ટેલીફોનીક વાતચીત કરાવી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોલીસ ઇન્સ્પેકટરના માણસને સ્થળ પરથી પકડાઈ ગયો હતો.

ફરિયાદીએ આ બાબતે ACBનો સંપર્ક કરતા ACBએ રેસકોર્સ ખાતે એક ચાની દુકાનમાં છટકું ગોઠવ્યું હતું. પોલીસ ઇન્સ્પેકટર દીગંબરે જયમીન સાવલીયા નામના ખાનગી વ્યક્તિને લાંચ લેવા મોકલ્યો હતો. ACB રૂ.10 લાખની લાંચ લેતા આ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને તેણે સ્વીકાર્યું હતું કે પોલીસ ઇન્સ્પેકટર દીગંબર વતી તેણે લાંચની રકમ સ્વીકારી છે.

આ સમાચાર શેર કરો