મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરતની શાળામાં AC બ્લાસ્ટ, ક્લાસ શરૂ થાય પહેલાં આગ

સુરત શહેરમાં ફરી એકવાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વરાછાના માતાવાડી વિસ

સુરત શહેરમાં ફરી એકવાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી એક જાણીતી સદભાવના શાળામાં સવારે ક્લાસરૂમ શરૂ થાય તે પહેલા જ એસીમાં અચાનક બ્લાસ્ટ થતાં દોડધામ મચી હતી. જોરદાર ધડાકા સાથે આગ લાગી હતી.  સદનસીબે આ દુર્ઘટના શાળાનો સમય શરૂ થાય તે પહેલાં ઘટી હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે. આ સમયે કેટલાક વિદ્યાર્થીઓ પણ શાળાએ પહોંચી ચૂક્યા હતા. અને સ્ટાફના સભ્યો વર્ગખંડો ખોલી જ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની.  

આ સમાચાર શેર કરો