મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરજબારી ટોલનાકા પર સ્થાનિકોના ચક્કાજામથી ૧૨ કિમી લાંબી વાહનોની કતારો

કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી-માળિયા હાઇવે પર આવેલ સુરજબારી ટોલનાકાના મનસ

કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી-માળિયા હાઇવે પર આવેલ સુરજબારી ટોલનાકાના મનસ્વી વહીવટ સામે સ્થાનિકોમાં ભારે રોષ છે. ટોલનાકાના ૨૦ કિલોમીટરના દાયરામાં આવતા ગામોના વાહનચાલકો પાસેથી ફરજિયાત ટોલ વસૂલાતો હોવાથી, છેલ્લા એક સપ્તાહથી સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.આ લડતના ભાગરૂપે આજે આક્રોશિત ગ્રામજનોએ સુરજબારી ટોલનાકા પર વાહનો આડા ઊભા રાખીને ચક્કાજામ સર્જ્યો હતો. આ હડતાળના કારણે હાઇવે પર ૧૨ કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની કતારો લાગી હતી. સામખિયાળી પાસે ચક્કાજામની ઉગ્ર સ્થિતિને પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ સમાચાર શેર કરો