VIDEO: ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં AAP નેતાઓનો ભારે હોબાળો, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચ્યો છે. આપના પ્રદેશ પ્રમુખ ઈશુદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચ્યો છે. આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી છે. સાથે જ 10થી વધુ કાર્યકર્તાઓની પણ અટકાયત કરાઈ છે. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી કાર્યકરો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બિહારથી આવેલા આપ કાર્યકર દીપકની ફરિયાદ મામલે રજૂઆત કરવામાં આવી હતી.
ખંભાળિયામાં બાઇક અથડાવવા જેવી નજીવી બાબતે આપના પરપ્રાંતીય કાર્યકર દિપક સામે લૂંટનો આક્ષેપ કરાયો હતો, જે બાદ તેની સામે લૂંટની ફરિયાદ નોંધાતા આપ પ્રદેશ પ્રમુખ તેને મળવા પહોંચ્યા હતા. ઈસુદાન ગઢવીએ લૂંટની કલમ ખોટી રીતે ઉમેરાઈ હોવાનો આરોપ કર્યો હતો. પોલીસે બોલાચાલીનો વીડિયો ઉતારતા કાર્યકરોને રોકવા પ્રયાસ કર્યો. બોલાચાલી ઉગ્ર થતાં ખંભાળીયા પોલીસ સ્ટેશને ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો કાફલો પહોંચ્યો હતો.




