VIDEO: Suratમાં MLA ચૈતર વસાવાના સમર્થનમાં ઉતર્યા AAP નેતાઓ, તમામ કેસ પરત ખેંચવાની કરાઈ માગ
નર્મદાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે. સભામાં થયેલી તડાફડી બાદ ચૈતર વસાવા સામે ક
નર્મદાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે. સભામાં થયેલી તડાફડી બાદ ચૈતર વસાવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમના જામીન પણ નામંજૂર કરવામાં આવ્યાં છે. ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ક્લેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરવાની સાથે સાથે આઈ સપોર્ટ ચૈતર સાથેનું કેમ્પેઈન યોજવામાં આવ્યું હતું. કલેક્ટરને આવેદનપત્ર આપીને ચૈતર વસાવા સામે થયેલા કેસ પરત ખેંચવાની માગ કરવામાં આવી હતી. આના નેતા રામ ધડૂકે કહ્યું કે, ચૈતર વસાવાને ખોટા કેસમાં ભાજપ દ્વારા ફસાવામાં આવ્યા છે. ચૈતર વસાવા લોકોનો અવાજ બની ન્યાયની લડાઈ લડતા આવ્યા છે.




