ધોરાજીમાં 'આપ'ના ઉમેદવારે ભૂતપૂર્વ ધારાસભ્ય લિલત વસોયા સામે લગાવ્યા આક્ષેપ, જાણો શું કહ્યું
ધોરાજીમાં રાજકારણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાવો જોવા મળ્યો છે. આપના ઉમેદવાર દ્વારા પૂર્વ ધ

ધોરાજીમાં રાજકારણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાવો જોવા મળ્યો છે. આપના ઉમેદવાર દ્વારા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સામે પ્રહાર કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક સમયના સાથી આગેવાન આશિષ જેઠવાનો આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ધારાસભ્ય પર આક્ષેપ કરતાં ઉમેદવારે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના જેતપુરમાં જે લાલ પાણી આવતું હતું તેના કમિશનથી પૂર્વ ધારાસભ્યએ ફોર્ચ્યુનર કાર છોડાવી હતી.
ધોરાજી કોંગ્રેસના પાયાના પથ્થર તરીકે આશિષ જેઠવાની ગણતરી થતી હતી. વાદવિવાદના કારણે આશિષ જેઠવાએ કોંગ્રેસ છોડી અને આપનો ખેસ ધારણ કર્યો હતો. આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહ્યા છે, જેમણે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સામે આક્ષેપો કર્યા હતા.




