મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં યુવકનો આપઘાત, SP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે

રાજકોટ: ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં યુવકે આપઘાત કર્યો છે. યુવકના આપઘાત મામલે ધોરાજી સિટી પોલીસની ઘોર બે

ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં યુવકનો આપઘાત, SP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે

રાજકોટ: ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં યુવકે આપઘાત કર્યો છે. યુવકના આપઘાત મામલે ધોરાજી સિટી પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરાજી સિટી પોલીસ કસ્ટડીમાં ચોરીના ગુનામાં રાખેલ યુવકે આપઘાત કર્યો છે. 

ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં કમલેશ કેશવજી પરમાર (ઉ.વ 30 રહે.સિદ્ધાર્થ નગર ભૂખી ચોકડી)એ આપઘાત કર્યો છે. પોલીસની કસ્ટડીમાં યુવકના મોતથી પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ઘટના બાદ રાજકોટ ગ્રામ્ય SP તેમજ જેતપુર રેન્જના DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. અનુ.જાતિના લોકો મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. યુવકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો