રાજકોટમાં ડ્રાઈવિંગ દરમિયાન યુવતીને આવ્યા ચક્કર, કાબુ ગુમાવતા કાર ચડી ડિવાઈડર પર
ગુજરાતમાંથી અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. હજુ થોડા દિવસ પહેલાં જ સાપુતારામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો હત

ગુજરાતમાંથી અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. હજુ થોડા દિવસ પહેલાં જ સાપુતારામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે 45 લોકો ઈજાગ્રસ્ત પામ્યા હતા. ત્યારે રાજકોટમાંથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક યુવતીએ કાર પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો : સુરતમાં ખુલ્લી ગટરોનો જૂનો છે ઈતિહાસ, છેલ્લા 4 મહિનમાં ત્રણ માસુમ બાળકોએ ગુમાવ્યો જીવ
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પરથી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગઈકાલે રાત્રિના સમય દરમિયાન યુવતી કાર પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. યાલુ કાર દરમિયાન યુવતીને અચાનક ચક્કર આવવા લાગ્યા હતા. જેને કારણે યુવતીએ કાર પરનો કાબુ ગુમાવતા કાર બેકાબૂ થઈ ગઈ હતી. મહિલા કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.




