ધોરાજીના ફરેણી રોડ વિસ્તારમાં યુવતીએ ગળાફાંસો ખાઈને મોત વ્હાલું કર્યું
રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આપઘાત, ચોરી જેવ

રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આપઘાત, ચોરી જેવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ધોરાજીમાં આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં એક યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી દીધું હતું.
નયનાબેન છાપરા નામની યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા પરિવારજનો અને અન્યલોકોએ 108ને જાણ કરી હતી જેથી 108 મારફતે યુવતીને સિવિલ ખસેડાઈ હતી. જો કે, હાજર પરના તબીબે મૃત જાહેર કરતા પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે ધોરાજી પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.




