મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha: દાંતીવાડા નજીક બનાસ નદીના તટ પર મૂર્તિ વિસર્જન કરતા નદીમાં યુવાન ડૂબ્યો

ગુજરાતના બનાસકાંઠામાં બનાસકાંઠાના દાંતીવાડા

Banaskantha: દાંતીવાડા નજીક બનાસ નદીના તટ પર મૂર્તિ વિસર્જન કરતા નદીમાં યુવાન ડૂબ્યો

ગુજરાતના બનાસકાંઠામાં  બનાસકાંઠાના દાંતીવાડા નજીક બનાસ નદીના તટ પર દશામાં મૂર્તિ વિસર્જન દરમિયાન ગંભીર દુર્ઘટના બની. ડીસા તરફ જતા નદીના પ્રવાહમાં એક યુવક પગ લપસતાં ઊંડા ખાડામાં ગરકાવ થયો અને પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. બનાસકાંઠાના  ધાર્મિક પર્વ દશામાં વ્રત બાદ મૂર્તિ વિસર્જનની પરંપરા હેઠળ આ ઘટના બની, જ્યાં નદીના ભરાયેલા ઊંડા પાણીમાં યુવક ફસાયો.

દાંતીવાડા પોલીસ અને સ્થાનિક સત્તાધીશોની બેદરકારી સામે સવાલો ઉઠ્યા

દાંતીવાડા પોલીસ અને સ્થાનિક સત્તાધીશોની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે, કારણ કે ભયજનક ઊંડા પાણીમાં પ્રવેશ નિષેધ હોવા છતાં લોકોની ભીડ ઉમટી હતી. ઘટના બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો.  

આ સમાચાર શેર કરો