સાપુતારા: ટેબલ પોઈન્ટ પર ફોટોગ્રાફી કરતા બાઈક ખીણમાં પડતા યુવકનું મોત
રાજ્યના ડાંગના સાપુતારામાં ટેબલ પોઈન્ટ પર ફોટોગ્રાફી કરતા યુવકનું

રાજ્યના ડાંગના સાપુતારામાં ટેબલ પોઈન્ટ પર ફોટોગ્રાફી કરતા યુવકનું બાઈક ખાઈમાં પડવાની દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં યુવાનનું મોત નિપજ્યું છે. મૂળ બિહારના ધનંજય ચૌરસિયા નામના યુવકના બાઈકની બ્રેક ફેલ થતા તે બેકાબુ બનીને ખાઈમાં પડી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ યુવાનને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો.
ફોટોગ્રાફી કરતા યુવકનું બાઈક ખાઈમાં પડ્યું
ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવાની કામગીરી થઈ હતી. જોકે હોસ્પિટલ લઈ જતા સમયે જ રસ્તામાં તેનું મોત થયું હતુ. પોલીસને જાણ થતાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.




