Vadodra news: બાઈક સવાર યુવાન- યુવતી ટ્રેક્ટરની ટક્કરથી રોડ પર પટકાયા, ટ્રકનું ટાયર ફરી વળતા બન્ને દર્દનાક મોત
રાજ્યમાં વધુ એક ભયાનક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા

રાજ્યમાં વધુ એક ભયાનક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે વડોદરામાં વાઘોડિયાથી કપુરાઈ ચોકડી તરફ જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર એક યુવક અને એક યુવતીની ટક્કર ટ્રેક્ટર સાથે થઈ હતી..ટ્રેક્ટર સાથેની ટક્કર બાદ બંને બાઈક સવાર રોડ પર પટકાયા હતા.આ જ સમયે બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રકના પૈડા નીચે આવી જતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં
ટ્રકના પૈડા નીચે આવી જતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા
રસ્તા પર જ બન્નેનું દર્દનાક મોત નીપજ્યું હતું.તો બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




