VIDEO: રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
સોશિયલ મીડિયાના યુગમાં ડ્રાય સ્ટેટ ગુજરાતમાં નશાકારક દ્રવ્યો પર પ્રતિબંધ હોવા છતા હાલતા ચાલતા

સોશિયલ મીડિયાના યુગમાં ડ્રાય સ્ટેટ ગુજરાતમાં નશાકારક દ્રવ્યો પર પ્રતિબંધ હોવા છતા હાલતા ચાલતા ક્યાંક નશામાં ધમાલ કર્યાનો તો ક્યાંક દારૂ જપ્ત કર્યાનો વીડિયો આપણને જોવા મળતો રહે છે. તેવામાં રાજકોટમાં દારૂ બંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો વાઈરલ થયો છે.
આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક નશામાં ચૂર વ્યક્તિનો કોઈ હિન્દીમાં ઇન્ટરવ્યૂ લઇ રહ્યો છે, જેમાં નશેડી દાવો કરી રહ્યો છે કે ગોંડલમાં બધે જ દારૂ મળે છે અને પોલીસ હપ્તા લે છે. તેટલું જ નહીં આ ઇન્ટરવ્યુ વખતે પોલીસ તેની બાજુમાં જ ઉભેલી દેખાય છે.
વીડિયો માં દેખાતા શખ્સનું નામ રાજુ ગોસ્વામી કહેવામાં આવી રહ્યું છે. નસગામાં ધૂત થઈને તે કહે છે, “ગોંડલ મેં સબ જગહ પે દારૂ મિલતા હૈ. ક્રાઈમ બ્રાન્ચ, DCP, SOG, પોલીસ કમિશનર મેં પોલિસ કા હપ્તા ચલતા હે, દારૂ મિલતા હે ઔર હમ દારૂ પીતે હે.”
વાઈરલ થયેલ આ વીડિયો ગોંડલ ચોકડી પાસે RTO અને વર્લ્ડ ટૂરના માઉન્ટેઇન ટ્રેકરની ટ્રાફીક ડ્રાઇવ દરમિયાનનો હોવાનું સામે છે. જોકે આ ઘટના બાદ પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી.






