મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં એક જ બાઇક પર 5 શખ્સોનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ,વડોદરા, સુરત જેવા શહેરોમાં બાઇક કે કાર પર

VIDEO: વડોદરામાં એક જ બાઇક પર 5 શખ્સોનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ,વડોદરા, સુરત જેવા શહેરોમાં બાઇક કે કાર પર સ્ટંટ કરતા લોકોના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. હવે વડોદરામાં પણ આવો જ એક બાઇક પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. વડોદરામાં બાઇક પર પાંચ લોકો સ્ટંટ કરતા જોવા મળી રહ્યાં છે. જોકે, એક કાર ચાલકે આ આખી ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો હતો.

નવરાત્રિ દરમિયાન બાઇક પર સ્ટંટનો વીડિયો વાયરલ થતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે. બાઇક પર પાંચ શખ્સોએ સ્ટંટ કરતા અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુક્યા હતા. હવે આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું?

આ સમાચાર શેર કરો