મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ઝાલોદમાં હોસ્પિટલ બહાર પાર્ક કરેલી ટ્રાવેરા અચાનક ગટરમાં ખાબકી

દાહોદ જિલ્લાના ઝાલોદમાં આદિ હોસ્પિટલ સામે પાર્ક કરેલી એક ટ્રાવેરા ગાડી અચાન

દાહોદ જિલ્લાના ઝાલોદમાં આદિ હોસ્પિટલ સામે પાર્ક કરેલી એક ટ્રાવેરા ગાડી અચાનક ગટરમાં ખાબકવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનથી પોતાની સારવાર કરાવવા માટે દર્દી ગાડીમાં ઝાલોદ આવ્યા હતા, ત્યારે ડ્રાઈવર વાહન પાર્ક કરી હોસ્પિટલમાં જતાં જ આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે ગાડીમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ વાહનને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બાદમાં જેસીબીની મદદથી ગાડીને ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો