મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ : શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ સંક્રમિત કુલ પાંચ બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સતત માથું ઊંચકી રહ્યો છે. ચાંદીપુરાના વાયરસથી બાળકો સંક્રમિત થઈ રહ્યા છે. &

રાજકોટ : શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ સંક્રમિત કુલ પાંચ બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સતત માથું ઊંચકી રહ્યો છે. ચાંદીપુરાના વાયરસથી બાળકો સંક્રમિત થઈ રહ્યા છે.  રાજકોટમાં શંકાસ્પદ ચાંદીપુરના પાંચ સંક્રમિત બાળકોના મોત નિપજ્યા છે. રાજકોટ સિવિલે તમામના સેમ્પલ પૂના લેબમાં મોકલ્યા છે.

 2 વર્ષનો પ્રદીપ ગોવિંદભાઈ રાઠોડ
 8 વર્ષનો કાળુ ચંપુલાલ
13 વર્ષનો સુજાકુમાર ધનક
 3 વર્ષનો રિતિક રાજારામ મુખીયા

ચાંદીપુરના પાંચ સંક્રમિત બાળકોના મોત નિપજ્યા

જે બાળકોના મોત નિપજ્યા તેમાં મોરબીના બે, પડધરી, હડમતિયા, જેતપૂર અને એક પરપ્રાતિંય બાળકનો સમાવેશ થાય છે. રાજકોટમાં નવી MCH બિલ્ડીંગ ખાતે ICU સાથેના 7 બેડની વ્યવસ્થા કરાઈ છે. દવાઓ, ઈન્જેક્શન અને નિષ્ણાંત ડોક્ટરો સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે.

ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યો હોય તેમાં બાળકને (1) સખત તાવ આવવો (2) ઝાડા (3) ઉલ્ટી થવી (4) આંચકી કે ખેંચ આવવી અને (5) બેભાન કે અર્ધબેભાન જેવી સ્થિતિ થવી તે મુખ્ય લક્ષણો હોય છે. તબીબી સૂત્રો અનુસાર આ લક્ષણો મગજના તાવને મળતા આવતા હોય છે. જો કે ચાંદીપુરા વાયરસનું ટેસ્ટીંગ ગુજરાતમાં થતું ન હોય છેક પૂના મોકલવું પડે છે અને દિવસો બાદ તેના રિપોર્ટ આવે છે. 

આ સમાચાર શેર કરો