તાપી: વાલોડ હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિનીની કરી છેડતી, ફરિયાદ નોંધાતા સાહેબ ફરાર
તાપીમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં વાલોડ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકે એક વિદ

તાપીમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં વાલોડ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકે એક વિદ્યાર્થિની છેડતી કરી હોવાની ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તાપીમાં આવેલી વાલોડ હાઈસ્કૂલમાં વિજય ડી. ચૌધરી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ શિક્ષકે વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
લેશન ચેક કરવાના બહાને વિદ્યાર્થિનીઓને વર્ગખંડમાં બોલાવતો
લંપટ શિક્ષક લેશન ચેક કરવા, નોટબુક ચેક કરવાના બહાને વિદ્યાર્થિનીઓને વર્ગખંડમાં બોલાવતો હતો. અયોગ્ય રીતે તેમને સ્પર્શ કરતો હતો. એટલું જ નહીં જાણીજોઈને કેટલીક વસ્તુઓ નીચે નાખીને વિદ્યાર્થિનીઓને ઊંચકીને આપવા કહેતો હતો.
શિક્ષક વિરૂદ્ધ વાલોડ પોલીસ મથકે ગુનો નોંધાયો
વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષક વિરૂદ્ધ વાલોડ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, હાલ શિક્ષક ફરાર છે.








