મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mahesana news: શાળામાં ફૂટબોલ રમી રહેલા વિદ્યાર્થીનું હૃદય અચાનક બંધ પડ્યું, કિશોરના મોતથી અન્ય વિદ્યાર્થીઓ સ્તબ્ધ

મહેસાણા-અમદાવાદ હાઇવે ઉપર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટએટ

Mahesana news: શાળામાં ફૂટબોલ રમી રહેલા વિદ્યાર્થીનું હૃદય અચાનક બંધ પડ્યું, કિશોરના મોતથી અન્ય વિદ્યાર્થીઓ સ્તબ્ધ

મહેસાણા-અમદાવાદ હાઇવે ઉપર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થવાથી સ્કૂલ સ્તબ્ધ બની ગઈ છે. મૂળ વાંકાનેરનો વતની અને હાલમાં મહેસાણા નજીક તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ત્રણ વર્ષથી અભ્યાસ કરતો જૈમિલ કંસાગરા નામનો વિદ્યાર્થી રમતના મેદાનમાં ઢળી પડ્યો હતો. 

13 વર્ષીય વિદ્યાર્થી સ્કૂલના મેદાનમાં ફૂટબોલ રમવા ગયો હતો

બપોરના સાડા ચાર વાગ્યા સુધી કલાસ રૂમમાં અભ્યાસ કરતો 13 વર્ષીય વિદ્યાર્થી જૈમિલ કંસાગરા કલાસના અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે સ્કૂલના મેદાનમાં ફૂટબોલ રમવા ગયો હતો. ફૂટબોલ રમતા રમતા પડી ગયેલા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો પણ તબીબોએ વિદ્યાર્થીનું કાર્ડિયાકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. પોતાના મિત્રો સાથે ફૂટબોલ રમતા 13 વર્ષીય જૈમિલનું  રમતા રમતા હૃદય બંધ થઈ જતા મોત નીપજ્તા સ્કૂલના બાળકો સ્તબ્ધ બની ગયા હતા, કિશોરાવસ્થામાં વિદ્યાર્થીના મોતથી સ્કૂલ અને પરીવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. જોકે લાંઘણજ પોલીસે હાલમાં અકસ્માતે મોત ની નોંધ કરી છે અને બીજી તરફ પોસ્ટમોર્ટમ કરાવ્યું હોવાથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વિદ્યાર્થીના મોતનું સાચું કારણ ખબર પડી શકે છે.

આ સમાચાર શેર કરો