લગ્ન પ્રસંગમાં સામાન્ય બોલાચાલીએ હત્યાનું સ્વરુપ લીધું, ત્રણની ધરપકડ
મેઘરજ તાલુકાના લાલપુર કુણોલ ગામે યુવકની હત્યાનો એક મામલો સામે આવ્યો છે. ગામમાં એક લગ્ન પ્રસંગ હતો જેમાં 25 વર્ષીય યુવક

મેઘરજ તાલુકાના લાલપુર કુણોલ ગામે યુવકની હત્યાનો એક મામલો સામે આવ્યો છે. ગામમાં એક લગ્ન પ્રસંગ હતો જેમાં 25 વર્ષીય યુવક સંજયસિંહ રાઠોડ લગ્ન પ્રસંગના વરઘોડોમાં ગયો હતો. ત્યાંથી એ અન્ય ઈસમો સાથે બોર્ડર તરફ બિટી છાપરા ગામ બાજુ ગયો હતો. પરંતુ કોઈ અગમ્ય કારણોસર સાથે રહેલા વ્યક્તિઓ સાથે બોલાચાલી થઈ અને સાથળના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. હત્યાની જાણ થતાં મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ છે.
આ પણ વાંચો : વડોદરામાં એક શખ્સે જાહેરમાં કર્યો હત્યાનો પ્રયાસ, અંતે સીટી પોલીસે વરઘોડો કાઢ્યો
આ મામલે પોલીસે યુવકની હત્યા કરનાર 3 યુવકની ધરપકડ કરી છે. આરોપીઓએ કબુલ કર્યું કે લગ્નમાં વરઘોડા બાદ નશો કરવા બેઠા ત્યારે થયો ઝગડો થયો હતો અને પછી હત્યા કરી હતી. મેઘરજ પોલીસે હત્યામાં વપરાયેલ ચક્કુ કબજે કર્યુ અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તાજવીજ હાથ ધરી.






