મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ/ મતદાન કરનારને સાત ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, આ એસોસિએશને વધુ મતદાન કરવા કરી અપીલ

ચૂંટણીમાં એક એક વોટ કિંમતી છે ત્યારે તંત્ર દ્વારા વધુને વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવે

અમદાવાદ/ મતદાન કરનારને સાત ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, આ એસોસિએશને વધુ મતદાન કરવા કરી અપીલ

ચૂંટણીમાં એક એક વોટ કિંમતી છે ત્યારે તંત્ર દ્વારા વધુને વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. અમદાવાદ માવા મીઠાઈ ફરસાણ એસોસિએશન દ્વારા વધુને વધુ લોકો મતદાન કરે તે માટે સાત ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. 

અમદાવાદ માવા મીઠાઇ ફરસાણ એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, સાત તારીખે એટલે કે મતદાનના દિવસે જે કોઈપણ વ્યક્તિ મતદાન કરી સાહીવાળી આંગળી બતાવશે તેને ખરીદીમાં સાત ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એસોસિએશનમાં 400 જેટલા દુકાનદારો છે . એસોસિયેશનની મિટિંગમાં ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તમામ દુકાનદારોને તેની જાણ કરવામાં આવી છે.

ગુજરાતમાં 7 મેએ મતદાન

ગુજરાતમાં તમામ 25 બેઠકો પર 7 મેએ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતની સુરત બેઠક બિન હરીફ જાહેર થઇ છે. ચૂંટણીનું પરિણામ તમામ સાત તબક્કાના પરિણામ સાથે 4 જૂને જાહેર કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો