VIDEO: અરવલ્લીના ધનસુરા તાલુકાના વડાગામમાં યુવતીના અપહરણની ગંભીર ઘટના
અરવલ્લીના ધનસુરા તાલુકાના વડાગામમાં યુવતીના અપહરણની ગંભીર ઘટના સામે આવી છ

અરવલ્લીના ધનસુરા તાલુકાના વડાગામમાં યુવતીના અપહરણની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૈત્રી કરારથી રહેતી નેન્સીબેનનું કાળા રંગની કારમાં આવેલા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.યુવતીના પતિ જીત પટેલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં નેન્સીબેનના પિતા દિલીપ પ્રજાપતિ સહિત ત્રણ વ્યક્તિઓ પર અપહરણનો આરોપ લગાવ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દિવસ-દહાડે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે.


