VIDEO : અરવલ્લીના મોડાસામાં યુવતી ગર્ભવતી બનતા જન્મેલા બાળકને કૂવામાં ફેંકી દેનાર માતા-પુત્રી ઝડપાયા
અરવલ્લી જિલ્લાના મોડાસામાં પહાડપુર રોડ પર આવેલા એક કૂવામાં નવજાત
અરવલ્લી જિલ્લાના મોડાસામાં પહાડપુર રોડ પર આવેલા એક કૂવામાં નવજાત શિશુને ત્યજી દેવાના ચકચારી મામલાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કૂવાની મોટર ચાલુ કરવા આવેલા એક વ્યક્તિએ કૂવામાં શિશુનો મૃતદેહ જોયો હતો. મોડાસા ટાઉન પોલીસે અંગત બાતમીદારો અને તપાસના આધારે આ ગુનામાં સંડોવાયેલી માતા અને પુત્રીની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, યુવતી તેની સગાઈ થઈ હતી તે યુવક સાથેના શારીરિક સંબંધોને કારણે ગર્ભવતી બની હતી. અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેણે મૃત બાળકને જન્મ આપ્યો હતો, અને આ વાત છુપાવવા માટે માતા પુત્રી બંનેએ મળીને નવજાત શિશુને કૂવામાં ફેંકી દીધું હતું. હાલ પોલીસે બંને મહિલા આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



