પાટણ: શંખેશ્વરમાં બેફામ ટ્રક ચાલકે મારી હતી મહિલાને ટક્કર, 6 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં મોત
રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે પાટણના શંખેશ્વરમાં બેફામ રીતે ટ

રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે પાટણના શંખેશ્વરમાં બેફામ રીતે ટ્રક હંકારનાર ચાલકે મહિલાને ટક્કર મારી હતી. મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
વિરમગામ તરફથી પૂરપાટ આવતા ટ્રકે મહિલાને અડફેટે લીધા
વિરમગામ તરફથી પૂરપાટ આવતા ટ્રકે મહિલાને અડફેટે લીધા હતા. આરોપી ટ્રકચાલક ઘટનાસ્થળ પરથી ભાગી છુટ્યો હતો. શંખેશ્વરના જૈન ટ્રસ્ટના ગેટ પાસેથી પસાર થતી મહિલાને ટ્રકે ટક્કર મારતા મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: VIDEO: અમદાવાદના બાપુનગરમાં કુખ્યાત આરોપીના ઘર પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર
6 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું
જ્યાં લગભગ 6 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. શંખેશ્વર પોલીસે આ મુદ્દે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ટ્રક ચાલક હાલ ફરાર છે.






