ગુજરાતમાં શરૂ થશે અત્યાધુનિક સુવિધાથી સજ્જ રેલ કોચ રેસ્ટોરન્ટ, રાજ્યના 4 શહેરોને મળશે મોટી ભેંટ
ગુજરાતમાં ટૂંક સમયમાં પાંચ નવી રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં

ગુજરાતમાં ટૂંક સમયમાં પાંચ નવી રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે. પશ્ચિમ રેલવે અને અમદાવાદ રેલવે ડિવિઝન મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પશ્ચિમ રેલવેનું અમદાવાદ ડિવિઝન સાબરમતી, આંબલી રોડ, મહેસાણા, ભુજ અને ગાંધીધામ સ્ટેશન પર આ રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરશે.
જૂના, બિનઉપયોગી ટ્રેનના કોચમાંથી બનાવવામાં આવશે રેસ્ટોરાં
આ વ્હીલ-માઉન્ટેડ રેસ્ટોરાં જૂના, બિનઉપયોગી ટ્રેનના કોચમાંથી બનાવવામાં આવશે. તેમાં ઇન્ડોર અને આઉટડોર બંને બેઠક વ્યવસ્થા હશે. આ અનોખી સવલતોમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ફૂડ વિકલ્પો હશે, "ઉપયોગી ટ્રેનના કોચને સ્ટાઇલિશ, વ્હીલ-માઉન્ટેડ રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરવામાં આવશે."
રેલ કોચ રેસ્ટોરાં 24 કલાક કાર્યરત રહેશે
રેલ કોચ રેસ્ટોરાં મુસાફરો અને શહેરની આસપાસના વિસ્તારોના રહેવાસીઓ માટે 24 કલાક કાર્યરત રહેશે. વધુમાં, ટેક-અવે કાઉન્ટર્સ સુવિધા વધારશે, મુસાફરોને સફરમાં ઝડપી ઓર્ડર આપવા માટે પરવાનગી આપશે.






