અમદાવાદમાં ખેલાતો ફાયર સેફ્ટીનો ખેલ: સવા લાખ બાળકો CNGના બાટલા પર બેસી શાળાએ જવા મજબૂર
અમદાવાદમાં રોજ સવારે સવા લાખથી વધુ બાળકો CNGના બાટલા પર બેસીને સ્કૂલે જાય

અમદાવાદમાં રોજ સવારે સવા લાખથી વધુ બાળકો CNGના બાટલા પર બેસીને સ્કૂલે જાય છે. રાજકોટ અગ્નિકાંડ પછી બાળકોને લઈને થઈ રહેલી દુર્ઘટનાઓના કારણે સરકારી તંત્ર, શિક્ષણ વિભાગ વધુ સંવેદનશીલ દાખવી રહ્યું છે, તો બીજી તરફ સ્કૂલવાન અને કારમાં સીધા CNGના બાટલા પર જ પાટીયું મૂકીને બેસાડવામાં આવે છે.
સ્કૂલવાન અને કારમાં સીધા CNGના બાટલા પર જ પાટીયું મૂકીને બેસાડવામાં આવે
ફાયર સેફ્ટી એનલાઈઝર દિપક રાઠીએ જણાવ્યું કે વાનમાં જે બાટલો છે તે જીવતો બોમ્બ જ છે. આપણે આવતાં જતાં આ દ્રશ્ય જોવા ટેવાયેલા છીએ કે રીક્ષામાં કે વાનમાં સિલિન્ડરની પર પાટીયું અને એ પાટીયા પર બેઠેલા નાના બાળકો, છત્તાં કશું નહીં બને એમ માનીને આપણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈએ છીએ. વધુમાં આ ગેસ થોડા પ્રમાણમાં સતત લીક થતો હોવાથી બાળકોના શ્વસનતંત્રને પણ નુકસાન કરે છે.




