Ankleshwarમાં વરસાદના માહોલમાં મોર કળા કરતો નજરે ચડ્યો, જુઓ VIDEO
Ankleshwar News: અંકલેશ્વર પંથકમાં આજકાલ વરસાદી માહોલમાં મોરના ટહુકાઓએ સમગ્ર પ્રકૃતિમા અનેરું આકર્ષણ જમાવ્યું છે.
Ankleshwar News: અંકલેશ્વર પંથકમાં આજકાલ વરસાદી માહોલમાં મોરના ટહુકાઓએ સમગ્ર પ્રકૃતિમા અનેરું આકર્ષણ જમાવ્યું છે. આવા રમણીય વાતાવરણમાં મોર થનગનાટ કરી જયારે પોતાના પીંછાઓને હવામાં ફેલાવે છે ત્યારે તે સ્વર્ગીય અનુભૂતિ ઉભી કરી જાય છે. જીતાલી સેંગપુર સામોર જેવા ગામોમાં તો મોરનું પોતીકુ વતન હોય તેમ અચૂક વસવાટ કરતા જોવા મળતા રહ્યા છે. અંકલેશ્વરની ઓએનજીસી કોલોનીમાં પણ અનેક મોરની સંખ્યા જોવા મળે છે. અંકલેશ્વર પંથકમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે પ્રકૃતિની મોજ અને તેના રંગમાં મોર અને ઢેલ રંગાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.




